


મુખ્ય ઈન્ક્વાયરીઓ
તમારી રુચિ બતાવવા માટે નીચેની એન્ટ્રી પર ક્લિક કરો
- દુકાન ભાડે લેવાની છે, થરાદ ગામ ના સર્વે નં. 3 માં
- મકાન ખરીદવાનું છે, વાવ ગામ ના સર્વે નં. 1 માં
- મકાન વેચવાનું છે, થરાદ ગામ ના સર્વે નં. 1 માં
- મકાન ખરીદવાનું છે, થરાદ ગામ ના સર્વે નં. 3 માં
- પ્લોટ ખરીદવાનો છે, થરાદ ગામ ના સર્વે નં. 7 માં
- દુકાન ભાડે લેવાની છે, ભુરીયા ગામ ના સર્વે નં. 6 માં
- પ્લોટ ખરીદવાનો છે, દોલતપુરા ગામ ના સર્વે નં. 107 માં
- પ્લોટ ખરીદવાનો છે, થરાદ ગામ ના સર્વે નં. 1 માં
- પ્લોટ ખરીદવાનો છે, દોલતપુરા ગામ ના સર્વે નં. 106 માં
- દુકાન ખરીદવાની છે, થરાદ ગામ ના સર્વે નં. 1 માં

થરાદ વિશે
અમદાવાદથી ફકત 225 કિ.મી. અને ગુજરાત રાજ્યની રાજધાની ગાંધીનગરથી ફક્ત 200 કિ.મી. દૂર આવેલું, બનાસકાંઠા જિલ્લાનું ઝડપથી વિકસી રહેલું શહેર એટલે થરાદ. થરાદ પહેલાં થીરપુર, થીરાડી, થીરપદ્ર તરીકે પણ ઓળખાતું હતું. થરાદની દક્ષિણે બનાસકાંઠાનો દિયોદર તાલુકો, પૂર્વ તરફ ડીસા અને ધાનેરા તાલુકાઓ, અને પશ્ચિમ તરફ વાવ તાલુકો આવેલ છે.
થરાદ ઉત્તરોતર પ્રગતિ કરી રહ્યું છે. જેમાં અહીંના ઉત્સાહી યુવાધન અને કુશળ વેપારીઓ, તેમજ પ્રશાસનનો ખૂબ જ મહત્વનો ફાળો રહ્યો છે. નર્મદા નહેર થરાદ વિસ્તારમાં આવતાં, બાગાયતી અને ઉચ્ચ વળતરવાળી ખેત-પેદાશોથી, ખેતીમાં અકલ્પ્ય સમૃધ્ધિ આવી છે, અને રોજગારીની ઘણી તકો સર્જાઈ છે.
તેમજ થરાદમાં હવે વિશિષ્ટ સુવિધાઓ જેવી કે, નામાંકિત શૈક્ષણિક સંસ્થાઓ, ઉચ્ચ ક્ક્ષાની મલ્ટી-સ્પેશ્યાલીટી હોસ્પિટલ્સ, રેસ્ટોરન્ટ્સ, મોલ્સ પણ ઉપલબ્ધ હોવાથી અહીંનું જીવન ખુશહાલી અને વૈભવ થી ભરપુર છે. જેથી ફક્ત થરાદ જ નહીં, પણ આજુબાજુના તાલુકાના લોકો પણ થરાદમા વસવાટ તેમજ વ્યવસાય માટે, મોં માગ્યા ભાવે પ્રોપર્ટી ખરીદવા તત્પર બન્યા છે. થરાદ એક અકલ્પનીય પ્રગતિના શિખર સર કરવા જઈ રહ્યું હોવાથી, હવે તો આજુબાજુના જીલ્લાના લોકો પણ થરાદ તરફ મીટ માંડી રહ્યા છે. એટલું જ નહિ, એવું પણ સંભળાય છે કે એન.આર.આઈ. અને ફોરેનર્સ પણ અહી મોટા પાયે પ્રોપર્ટી માં રોકાણ કરે છે.
ઝડપી પરિવહન માટે થરાદથી સીધો અમદાવાદ એક્ષ્પ્રેસ-વે તો છે જ, વધારામાં ભારતમાલા પ્રોજેકટ હેઠળ બની રહેલ નવો હાઇ-વે થરાદથી નીકળે છે, જે થરાદને કોઈ પણ જીલ્લા મથકને ટક્કર આપવા સક્ષમ બનાવે છે. આ તમામ બાબતોના લીધે થરાદ ગુજરાત રાજ્યનું માન્ચેસ્ટર બને તો પણ નવાઈ નહી રહે.
થરાદ પ્રોપર્ટીના સભ્ય બનવાના ફાયદા
રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં બે દસકાથી વધુના અનુભવમાંથી, “થરાદ પ્રોપર્ટી” નામની આધુનિક સેવાનો જન્મ થયો છે. અમારી આ સેવાનો મુખ્ય આશય જમીન-મકાનના ખરીદ-વેચાણને આસાન બનાવવાનો છે. અમારી આ ડિજિટલ સેવામાં અમે તમામ નાના-મોટા ખરીદદારો તેમજ વેચાણકર્તાઓના પડકારો તેમજ તેમની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી છે. અમારી Website તેમજ Apps વાપરવામાં એકદમ સરળ હોવાથી તે આપને મૂલ્યવાન માહિતી પુરી પાડશે, એવો અમને વિશ્વાસ છે.
થરાદ પ્રોપર્ટી એટલે ખરીદ-વેચાણ માટે મુકાયેલી પ્રોપર્ટીઓનો વિશાળ અને વિશ્વાસપાત્ર ડેટાબેઝ. જેના થકી આપ જમીન, મકાન, દુકાન વગેરેની ખરીદી, વેચાણ કે ભાડા ને લગતી માહિતી મેળવી કે આપી શકો છો.
જો આપ “થરાદ પ્રોપર્ટી” ના સભ્ય બનશો તો, આપ ઘરે-બેઠાં, આપના અનુકૂળ સમયે, ફોન અથવા કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને અમારી 24×7 ચાલતી સેવાનો લાભ લઇ શકશો. જેનો મોટો ફાયદો એ થશે કે આપે જમીન કે મકાનના વેચાણ/ખરીદીમાં રસ ધરાવનાર પાર્ટીઓને શોધવા માટે અહીં થી તહીં જવાની જરૂર પડશે નહિ.

સૌથી મોટો ચકાસાયેલ વપરાશકર્તા ડેટાબેઝ

સૌથી ઝડપી રૂપાંતર તકો

અનંત
દૃશ્યતા
